About note .

નોટબંધી અંગેનો છેલ્લો મેસેજ, હવે મેસેજ બંધ વિચારવાનું ચાલુ.......

અચૂક વાંચવા જેવો અને વાંચીને જ મતદાન કરવા જેવો મેસેજ,
મોદીજીનો નોટ બંધીનો નિર્ણય સાચો છે કે ખોટો એ તો સમય જ બતાવશે, આ માટે આજે હું કોઈ ટીકા નહિ કરું કે નહિ અભિનંદન આપું, પણ સમય આવ્યે મતદાનથી જવાબ આપીશ, પણ મારા તમારા જેવા સામાન્ય નાગરિકને કેમ ખબર પડે કે નિર્ણય સાચો છે કે ખોટો....???

મોદીજી અને તેના સમર્થકો આજે પોકારી પોકારીને કહી રહ્યા છે...
૧. ભ્રષ્ટાચાર દૂર થશે
૨. આતંકવાદ દૂર થશે
૩. મોંઘવારી ઘટશે
૪. કાળું નાણું નાબૂદ થશે

અને વિરોધીઓ કહી રહ્યા છે કે
૧.મોદીજીએ પહેલા બી.જે.પી વાળાના નાણાં પહેલા ગોઠવાય ગયા અને પછી લોકોની હાલાકી થાય તેવો નિર્ણય કરેલ છે.
૨. મોદીના મળતીયાઓ એ લોન લઈને પાછી નથી ભરી એટલે બેંકો નબળી પડી છે. જેથી બેંકોમાં ડીપોઝીટો વધે તે માટે આવું પગલું ભર્યું છે.
૩. કાળા નાણાંના મુદ્દે નાટક કર્યું છે. વિગેરે

હાલમાં તો દેશના ૧૦૦ કરોડ લોકો લાઈનોમાં આવી ગયા છે, લોકો હાલાકી ભોગવી રહયા છે.

હવે મૂળ મુદ્દો મને કેમ ખબર પડે કે નિર્ણય સાચો છે કે ખોટો...???

૧. જીવન જરૂરી વસ્તુ જેવી કે અનાજ, કઠોળ, પેટ્રોલ, ડીઝલ, દવા, હોસ્પિટલના બિલ, લાઈટ બિલ, બસના ભાડા, સ્કૂલની ફી, વગેરેની આજની તરીકે કિંમત નોંધી લો, જેથી એક વર્ષ પછી અને બે વર્ષ પછી શું ભાવ ઘટે છે તેની ખબર પડે.l
૨. સરકારી કચેરીનું કઈ નાનુ મોટું કામ પડે, પોલીસનું કામ પડે ત્યારે કોઈ લાંચ માંગે છે કે નહિ તેની નોંધ કરો..l
૩. આજની તારીખે બેંક બેલેન્સ નોંધી લ્યો જેથી એક-બે વર્ષ પછી ખબર પડે કે કેટલો વધારો થયો.
૪. આજની તારીખે કર, ટેક્સની નોંધ કરી લ્યો કેટલો ઘટાડો થયો તે જોઈ શકાય.
૫. તમારા ધ્યાનમાં હોઈ તેવા કેટલા કાળા નાણા વાળા પાયમાલ થયા તેની યાદી બનાવજો.
૬. આતંકવાદી હુમલા કેટલા ઓછા થયા..??

આવી ઘણી બાબતો આજે નોંધી લ્યો, અને મોદીજી તમે પણ નોંધી લ્યો કે આજે લાઈનમાં ઉભા રહેવાનો મને ફાયદો નહિ થયો તો વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૯ માં મતદાનની લાઈનમાં મારા ઉભા રહેવાનો તમને કોઈ ફાયદો નહિ થાય...

જય હિન્દ.....

એક નાગરિક જે કોઈ રાજકીય પક્ષમાં નથી માનતો..

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post