Fixpay policy in Gujrat .

શું તમે જાણો છો કે ગુજરાતમાં ફિક્સ પગારનો કાયદો હકિકતમાં છે શું? સમય કાઢી વાંચવા નમ્ર વિનંતી...
- વિવિધ સરકારી ભરતીમાં પાસ થનાર યુવાન હકિકતમાં 5 વરસ સરકારી કર્મચારી
ગણાતો નથી...
- તેને ફિક્સ પગારનો કાયદો 5(પાંચ) વર્ષ સુધી લાગુ પડે છે..
- 5 વરસ સુધી તેના પગારમાં કોઇ પણ પ્રકારનો વધારો કરવામાં આવતો નથી.
- 5 વરસ સુધી અન્ય સરકારી કર્મચારી કે જેને ૩૫+૧૨ રજાઓ મળે છે તેમજ પ્રવાસ રજા, માંદગી રજા, પિતૃત્વ રજા, અભ્યાસ રજા જેવી ઘણી રજાઓ મળે છે તેની
સરખામણીમાં ફિકસ પગારના કર્મચારી ને માત્ર ૧૨ રજાઓ સિવાય કોઇ અન્ય લાભ
મળતા નથી.
- સૌથી ખાસ :::: આ 5 વરસ તેના અનુભવમાં ગણાતા નથી... 5 વરસ પછીનો પહેલો
દિવસ એ તેની નોકરીનો પહેલો દિવસ ગણાશે.
- 5 વરસ દરમ્યાન સરકાર(રાજકારણીઓ) વિરૂધ્ધ કોઇ પણ પ્રકારના નિવેદન બદલ
તેને નોકરી પરથી ઉતારી દેવાય છે. (આ નિયમ નથી પણ....)
- 5 વરસ દરમ્યાન ક્યારેય પણ જો આ નોકરી છોડિ દો તો સરેરાશ ૧૫,૦૦૦ થી
૨૫,૦૦૦ સુધીની બોન્ડ રકમ ભરવી પડે છે.
- એક સરકારી નોકરીમાં ફિક્સ પગારના 5 વરસ પુરા કર્યા હોય તેમ છતાં જો તમે કોઇ
અન્ય સરકારી નોકરીમાં જોડાવ તો ત્યાં એકડે-એકથી જ ઘુંટવાનું. મતલબ બિજા 5..
- ફરજ દરમ્યાન મુત્યુ થાય તો પણ કોઇ પ્રકારનું ભથ્થું તેના પરીવારને મળવા પાત્ર
નથી.( કારણ કે ફિક્સ પગારદાર માણસ હોતો નથી.)
-----> આવા ખતરનાક કાયદાના અત્યાચાર ઉપરાંત પણ કોઇ ફિક્સ પગારદાર કે તેમના માતા-પિતા ક્યારેય વિરોધ નથી નોંધાવતા કારણ કે તેમને હમેશા નોકરી પરથી હટાવી દેવાનો ભય રહે છે.... સરકારી કર્મચારીઓ તથા તેમાં આવવા ઇચ્છતા યુવાન મિત્રોને મારી નમ્ર વિનતી છે કે આવો ભય ત્યજી દઈ, સરકારને જગાડો...રોડ પર ના ઉતરો તો કાંઇ નહીં પરતું સોશિયલ મીડિયા પરતો ફેલાવો...
-----> યાદ રાખજો કે આ આપણો હક છે...પરતું એ પણ યાદ રાખજો કે માગ્યા વગર તો માં પણ ના દેય...જાગો અને હક્ક ના મળે ત્યાં સુધી હ્ક્ક માંગો...
------>> ફિક્સ પગારદાર તો આ જાણે છે...પરંતુ બીજા.


Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post