Kaladhn kya hai.

✍🏻  નરેન્દ્ર મોદીએ કાળાધન બાબતે કરેલ નોટબંધીને એક ભારતના નાગરીક તરીકે મારૂ તેમને સમર્થન છે...
  પણ મારા મનમાં કેટલાક સવાલો છે. જે દેશભક્તિના માહોલને રંગ અાપી રહ્યા છે તેઓ જરા વિચારે
.👉 છેલ્લા બે દિવસથી એક પોસ્ટ બહુચાલે છે..." દેશના ૯૮% લોકો એ પીએમ ના નોટબંધી ના  પગલાને  સમર્થન અાપ્યૂં તેનો અર્થ એવો થાય કે અા દેશમાં માત્ર  બે ટકા લોકો જ બેઇમાન છે. "
👉  અાપ સમર્થક છો એટલે સાચા રાષ્ટ્રભકત તો ખરા. તમારી રાષ્ટ્રભક્તિ સાચી છે કે ખોટી ચાલો ચકાસીએ.
👉 કાળૂ ધન એટલે, તમારી કમાણીમાંથી અાપ કોઇ પણ વસ્તુ ખરીદો કે પછી અાપની અાવક છુપાવી અને ઇન્કમટેક્ષ બચાવો તે મારી દ્રષ્ટિએ કાળુધન કહેવાય.. પછી તે એક રૂપિયો હોય કે કરોડો રૂપિયા હોય.

👉  દા.ત. અાપ દુકાનમાંથી દશ હજારની વસ્તુઓ ખરીદો છો. અાપ જો દુકાનદાર પાસે બીલ માંગો અને દુકાનદાર કહે બીલ લેવું હોય તો ૧૪ % ટેક્ષ મુજબ  ૧૧૧૪૦=૦૦ અાપવાના થશે. અને જો તમે ૧૧૪૦/- રૂપીયા બચાવવા માટે તમે બીલ નથી લેતા તેનો અર્થ એ થાય કે તમે ૧૧૪૦=૦૦ રૂપિયા કાળા નાણા સ્વરૂપે જમા કર્યા.

👉 તમે અથવા તમારા પરીવારે અત્યાર સુધીમાં ટેક્ષપેઇડ બીલ સિવાય ખરીદી ન કરુ હોય તો અાપ સાચા રાષ્ટ્રભક્ત છો!

👉  બીજો દાખલો. અાપું.. તમે  અથવા અાપના પિતાએ મકાન કે કોઇ જમીન ખરીદી  હશે ત્યારે શું કર્યુ હશે...મને ખબર છે.
   માનો કે ૫૦ લાખનું મકાન લીધુ  હોય તો દસ્તાવેજ ૨૦  લાખનો કરી ,૨૦ લાખ ચેકથી અને ૩૦ લાખ હિસાબ વગરના જેને માટે  બે નંબરના રૂપિયા શબ્દ વપરાય છે. તૂ અાપ્યા હશે.
     અાવું કરવા પાછળનો અાપનો નેક ઈરાદો ૭% ડ્યુટી ઓછી ભરવાનો જ હોઇ શકે. મતલબ એ થાય કે ૫૦ લાખનો દસ્તાવેજ કરો તો સરકારમાં સાડાત્રણ લાખ ભરવાના થાય અને એટલા રૂપિયા ન ભરવા મકાનની કિંમત કરતાં ઓછી રકમનો દસ્તાવેજ કરી તમે ચોરી કરી છે તો તમારી પાસે કાળુ નાણું છે... અને જો તમારી લાઇફમાં અાવુ ન કર્યુ હોય તો અાપ દેશભક્ત છો.

👉  તમારા કુટુંબમાં લગ્ન થાયછે. ત્યારે થયેલ તમામ ખર્ચના નાણાં રોકડેથી ચુકવીએ છીએ કોઇ ચેકથી અાપતું નથી... કેમ?
લગ્નમાં ગોરમહારાજ, રસોઇયા, બેન્ડવળા, પાર્ટીપ્લોટ, લકઝરીબસ અાવા ખર્ચાઓ ને જો બિલ લઇને ચેકથી પેમેન્ટ કરો તો અાવી રકમ પર ૧૮% જેટલો સર્વિસ ટેક્ષ અાપવાનો થાય.
  જો લગ્નમાં ૨૦ લાખ રૂપિયા ખર્ચ કર્રો હોય અને સર્વિસ ચાર્જના ૧૮% લેખે સરકારમાં અાપવાની થતિ કરમ રૂપિયા ૩,૬૦,૦૦૦/—બીલો લઇને તમે ચુકવ્યા હોય તો અાપ દેશભક્ત છો.... અને જો અાપે એવુ ન કર્યુ હોય તો અાપની પાસે કાળુ નાણું છે.
👉 અાપની પાસે વધારાના મકાન હોય દુકાનો હોય કે પ્લોટ  હોય અને તેનું તગડું ભાડુ અાવતું હોય અને અા ભાડાની રકમને  ઇમાનદારી પુર્વક તમારી કુલ અાવકમાં ભેળવીને અાપ ઇન્કમ ટેક્ષ ભરતા હો તો અાપ દેશ ભક્ત છો.
  પણ એ અાવકને છુપાવી તેનો બીજી પ્રોપર્ટી ખરીદવામાં કે અન્ય વ્યવસાયમાં નાખો છો તો અાપની પાસે કાળુ ધન છે.
👉 અાપ શિક્ષક છો અને ટ્યુશન કરો છો?, સરકારી કર્મચારી છો અને સાઇડમાં કોઇ વ્યવસાય કરો છો..તમારી નોકરી સિવાયની સાઇડ ઇન્કમને અાવકમાં બતાવીને જો અાપ ટેક્ષ ભરતા હો.. તો અાપ દેશભક્ત છો.. પણ જો તમે એવું ન કરતા હો તો... અાપની પાસે પણ કાળુ નાણું છે.
👉 એક ગુનેગારને લોકો તેણે કરેલા ગુના માટે પથ્થર મારતા હતા, એ જોઇ એક સંતે કહ્યુ જેણે જિંદગીમાં પાપ ન કર્યુ હોય તે પથ્થર મારે, સંતની વાત સાંભળી ટોળુ વિખેરાઇ ગયુ કેમ? જવાબ તમે જાણો છો?
👉 કાળુ નાણુ એક રૂપિયૌ હોય કે કરોડો રૂપિયા હોય તે કાળુ નાણું જ કહેવાય. કોઇની તરફ એક અાંગળી કરોછો ત્યારે બાકીની અાંગળીઓ તમારી તરફજ અાવે.

👉  જેમની પાસે કંઇ નથી, બીજાઓએ ધુમાવ્યુ છે તેનો અાનંદ તના માનવ સહજ ઇર્ષાભાવથી વિશેષ મને કંઇ દેખાતું નથી.
👉  મારી અા પોસ્ટ વાયરલ થાય અને અનેક લોકો સુધી પહોચે તો હું સાચુ માનું કે તમારી અંદર હજુ પણ રાષ્ટભક્ત છો... નહી તો માની લઇશ કે પાણીનો રેલો તમારા પગ સુધી અાવ્યો અને  તમારો દંભ ખુલ્લો પડી ગયો.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post