જીવનમાં ઉતારવા જેવું...

 જીવનમાં ઉતારવા જેવું

* ભોજનમાં જે મળે તે જમી લો, ટકટક ન કરો....
નવી પત્ની ૨૦ લાખમાં પણ નથી મળતી.

* રોજના ૨૦ કલાક પત્નીના થઈને રહો એમાં વાંધો નથી....
પણ ૪ કલાક માતા-પિતા તથા બીજા માટે ફાળવજો.

* સ્ત્રી કારણ વગર મહિનામાં ત્રણ વાર વિફરે, સ્વીકારી લો...
કેમકે ભગવાને તેમનું મગજ જ એવું બનાવ્યું છે...
તેમનો વાંક નથી.

* સ્ત્રી-પુરુષના અંગોમાં ફેરફાર છે, તેમ સ્વભાવમાં પણ ફેરફાર રહેવાનો જ....
સ્વીકારી લો.

* તમારા ઘરમાં જે દિવસે સ્ત્રીના આંસુ પડે....
તે દિવસથી તમારા ઘરમાં પતન ની શરૂઆત થાય છે.

* ગુસ્સો અને રિહ ચડાવીને વાંદરા જેવું મોઢું રાખીને ઘરમાં ન રહો....
 વાંદરા તો ખેતરમાં શોભે.

* શક્ય હોય તો ગાંડા બનીને જીવો....
 ન બની શકાય તો બે ચાર ગોળી ખાઈને ગાંડા બનો....
જીવવાની મજા આવશે.

* ભગવાન તમે ઊંચકી શકો તેટલું જ દુઃખ આપે છે.....
માટે વધુ ફરિયાદ ન કરો.

* વધુ ઘન ઘરમાં પ્રકાશની સાથે અંધકાર પણ ફેલાવે છે....
તમારું ભેગું કરેલ ઘન તમારા બાળકોને કામ ન પણ લાગે.

* જવાનીમાં પત્ની સાથે ઝઘડશો નહિ....
ઘડપણમાં તો ઝઘડવાનું જ છે.

* તમારો વિકાસ લોકોને આભારી છે....
અભિમાન ન કરતા.....
પતનમાં પણ તે જ લોકો કામ આવશે.

* કોઈ જોડે સબંધ બગડે તો ‘સોરી’ અથવા ‘માફી પત્ર’ લખીને એક દિવસ નીચા બનો....
આજીવન મહાન બનો.

* કોઈપણ વ્યક્તિનું અપમાન કરીને તે વ્યક્તિને નિર્જીવ જેવો જ કરો....
તે અધિકાર તો ભગવાન પાસે જ છે.

* તમે સમાજમાં કેટલા લોકો જોડે બોલતા નથી ?....
તેનો સ્કોર તો ગણો....
તે સ્કોર તમારા વજનથી વધુ તો નથી ને?.

* બાપ તો તમને ચાહે જ છે....
ભલે તમે નફરત કરો.

* બાપાએ બનાવેલ ઘરમાં બાપનું ભોજનબીલ ન ગણો.

* બાધા રાખવી જ હોય તો...
ગુસ્સે નહિ થવાની રાખો...
આનંદ-મજા તમારા આંગણે...
બી.પી ડાયાબિટીસ ગાયબ.

* જવાનીમાં તમારી ઘણી ભૂલો પરિવારે સહન કરી છે....
ઘડપણમાં તેમની થોડી ભૂલો સહન કરો.

🙍🏻🙍🏻🙍🏻   *ધર્મપત્નીએ વાંચવું*   🙍🏻🙍🏻🙍🏻

* હસ્ત મેળાપ ૧૦ મિનીટમાં ભલે થાય.....
મન મેળાપ માટે ૧૦૦ વર્ષ પ્રયત્ન કરશો.

* દરેલ બાબતમાં પતિ જોડે દખલગીરી ન કરો....
જીવન ઝેર જેવું બની જશે.

* તમે સાસરિયામાં કેટલા ખુશ છો....
 તેના કરતા તમારાથી સાસરિયામાં કેટલા લોકો ખુશ છે તે મહત્વનું છે.

* પિયરની સુખ-સમૃદ્ધિની વાતો સાસરિયામાં ન કરો.

* પતિદેવ ઘરે આવે ત્યારે હસતું મોં રાખીએ પાણી આપવું....
પાડોશી સાથે પણ હસતા મોઢે જ વ્યવહાર કરવો.

* યાદ રાખવાનું હોય તે ભૂલી ન જાઓ, ભૂલી જવાનું હોય તે યાદ ન રાખો...
બે વાક્યોના અમલ વડે આનંદ મેળવો.

* તમારું ઘર સાસુ-સસરાએ બનાવ્યું છે....
ગાડી લાવવી હોય તો જાતે મહેનત કરીને લાવજો.

* ભગવાને જન્મની સાથે સુખનું પડીકું આપ્યું છે....
તે દરરોજ ખોલજો અને દરરોજ આનંદનું ભોજન કરજો.

* સ્ત્રીઓની અછત છે તે વાત સાચી....
પણ તેનો મતલબ ઘરમાં મન ફાવે તેમ વર્તવું જ જોઈએ એવું નથી.

* સ્ત્રી વિફરે તો વિકાસ અથવા વિનાશ કરી શકે....
તમે તો સમજદાર અને ભણેલા છો, વિફરીને વિકાસ કરજો....

આદર્શ પરિવાર ત્યારે જ બને છે જ્યારે.....

* પુત્ર અને પુત્રવધુ ‘સ્વભાવમાં’ એક-એક કિલો ફેરફાર લાવે.

* દીકરો અને દીકરી ‘વર્તનમાં’ સો-સો ગ્રામ ફેરફાર લાવે.

* સસરા અને સાસુ ‘વિચારમાં’ એક-એક ગ્રામ ફેરફાર લાવે.


Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post