💕જુઓ ગુજરાતી ભાષા નો વૈભવ.....💕
આશા અમર છે.
અમર પ્રેમ છે.
પ્રેમ સાગર છે.
સાગર કુંવારો છે.
કુંવારો સુખી છે.
સુખી ગાયક છે.
ગાયક ગાય છે.
ગાય માતા છે.
માતા સ્ત્રી છે.
સ્ત્રી શક્તિ છે.
શક્તિ દુધ છે.
દુધ સફેદ છે.
સફેદ કલર છે.
કલર ચેનલ છે.
ચેનલ ચાલુ છે.
ચાલુ આઇટમ છે.
આઇટમ હોટ છે.
હોટ સમર છે.
સમર વેકેશન છે.
વેકેશન લાંબું છે.
લાંબું જીવન છે.
જીવન યાત્રા છે.
યાત્રા સાહસ છે.
સાહસ વીર છે.
વીર જવાન છે.
જવાન અમર છે
અને
અમર તો આશા છે.
સાલુ...જબરૂ છે નઈ.....
મજા આવી ને વાંચવાની ....તો..... ગુજરાતીઓ ને મોકલો આગળ.
આ પાછુ નવુ આવ્યું મારકેટ માં...
-------
આનંદ કરે અંબાણી
જલસા કરે અદાણી
રૂપાણી ને મળ્યા વાઘાણી
કરસે ભાજપ ને ધુળધાણી
સમજો હવે સરકાર વીખાણી
લી. ઉપર થી
ધીરુભાઈ અંબાણી
😜. *ઝોકું* "જલેબી" નથી, તો ય "ખવાય" જાય છે.
*આંખો* "તળાવ" નથી, તોય "ભરાય" જાય છે.
*ઇગો* "શરીર" નથી, તોય "ઘવાય" જાય છે.
*દુશ્મની* "બીજ" નથી, તોય "વવાય" જાય છે.
*હોઠ* "કપડું" નથી, તોય "સિવાઈ" જાય છે.
*કુદરત* "પત્ની" નથી, તોય "રિસાઈ" જાય છે.
*બુદ્ધિ* "લોખંડ" નથી, તોય "કટાઇ" જાય છે.
અને *માણસ* "હવામાન" નથી, તોય "બદલાઈ" જાય છે.👌🏻👌🏻
🔹શબ્દ ૧ જ મુકાય
ને અર્થ ફરી જાય છે,
🔹આંકડો ૧ જ મુકાય
ને દાખલો ફરી જાય છે,
🔹પગલુ ૧ જ મુકાય
ને દિશા ફરી જાય છે,
સાથ અગર સારી,
૧ જ વ્યક્તિનો મળે ને સાહેબ,
આખી જિંદગી બદલાઈ જાય છે.