આજે છે Mother's Day,
બાકી બધાં Other's Day,
મા ને (જીવિત કે મૃત) -ને યાદ કરવાનો દિવસ,
આજે મા ને યાદ કરવાની હોય છે,
શું મા ને ખરેખર યાદ કરવી પડે છે?
યાદ એને કરવાનાં હોય, જે ભૂલાઇ જાય,
મા કદીયે, કોઇથી યે ભૂલાય ખરી?
મા, જો જીવિત હોય તો દૂર હોઈ શકે,
પણ, ભૂલી શકો એટલી ક્રૂર હોઈ શકે?
અને જો મૃત્યુ પામી હોય(જે શક્ય જ નથી), તો પણ નહીં,
મા કદી જ મૃત્યુ પામતી નથી, ફક્ત એનું સ્વરૂપ બદલે છે,
એ સતત સાથે જ હોય છે,
જયારે આપણો જન્મ થયો, ત્યારે એ જન્મી હતી,
જયારે આપણે મૃત્યુ પામીશું, ત્યારે એ મૃત્યુ પામશે,
મા, જીવતી હોય છે શરીરમાં રક્ત સ્વરૂપે,
આપણા હાડ માંસમાં હાજર હોય છે મા,
આપણા ચહેરામાં, આપણી આંખોમાં,
હાથ પગમાં, હૈયામાં, મનની પાંખોમાં,
આપણા સ્વભાવમાં, હાવભાવમાં,
આદતોમાં, અને એના બદલાવમાં,
મા, હોય છે આપણા હરએક શ્વાસમાં,
બધીજ શંકાઓ, બધાંજ વિશ્વાસમાં,
મા, આપણને માત્ર શરીર નથી આપતી,
આ બધુંજ એનું આપેલું હોયછે,
એક બહુ જુનું લોકગીત યાદ આવે છે,
-ઓળખ્યો, ઓળખ્યો મા ની આંખોને અણસારે,
બાપની બોલાશે, તુંને ઓળખ્યો મારા વીર,
મા, મૃત્યુ પામી શકે ખરી?
મા ને યાદ કરવી પડે ખરી?
* * * * * * *
તને સાદ કરું છું મા......યાદ નહીં,
મા, માત્ર મારી નહીં, પણ જગત-જનનિ,
તને સાદ કરું છું મા,,,,,
તારા એ સંતાનો ને તારો ચહેરો બતાવ,
-કે જેને સ્થૂળ સ્વરૂપે તું જોવા નથી મળી,
તું પ્રગટ છે આ સર્વ શરીરોમાં,
આ સ્થૂળ-શુક્ષ્મની સમગ્રતામાં,
એમની આંખો માં એ દિવ્ય દ્રષ્ટિ આપ,
-કે એ તને જોઈ શકે, અને કહી શકે, સહુને ગર્વ થી,
જુઓ, - મારી મા ને જોઈ?
Happy mother's day....😇