*ગુરુ અને શિષ્ય વચ્ચે જ્ઞાન ગોષ્ટી.*
1 અંદર પવેશતા પવને : સોહંગ
2 અંદરથી બહાર આવતા પવને : ઓહંગ
3 કોન તત્વ સે નાદ ભયા : વ્યોમ
4 કોન તત્વ સે માયા : મહાનિધિએ
5 કોન તત્વ સે બુંદ ભયા : તેજ
6 કોન તત્વ સે કાયા ભયા : બુંદ
7 કોણ બીજ સે કાયા બની: કર્મ
8 કોણ મંડલ મે જીવકા વાસા : દશમેં દ્વાર બ્રહ્મરંદ્ર મેં
9 કોણ મંડલ મે પુરુષ કા વાસા:- અમરલોક
10 કોણ શબ્ધ સે ચલી જાતિ હંસા :- સત-શબ્દ
11 કોણ પુરુષ તખતે બિરાજે :- તેજપુરુષ
12 કોણ પુરુષ ઘટ બહાર બોલે :- પરમપુરુષ
13 કોણ પુરુષ ઘટ માહિ બોલે :- પ્રાણપુરુष
14 કોણ ઈશ્વર કા કારણ:-માયા
15 કોણ જીવ કા સ્થાન :-બ્રહમાંડ
16 કોણ દેતા હે આવાજ :- પવન
17 કોણ જીવ કા કારણ :-અવિધ્યા, અજ્ઞાન્તા
19 મન નું સ્થાન :- હદય કમળમા
20 પવન નું સ્થાન :- નાભી કમળ મા ૨૧ જીવની ની હદ:- તુરીયા પદ
22 જીવ સ્વરૂપ :- અનંત જાણો
23 કોણ જ્ઞાન કા કારણ :-મહાવાક્ય
24 કોણ જ્ઞાન કા સ્થાન :-આભાસ
25 કોણ જ્ઞાન કી હદ :- નિરવિકલ્પ સમાધિ
26 કોણ જ્ઞાન કા સ્વરૂપ :-અપરોક્ષ -વિલાસી
27 બોલે તે આત્મા છે
28 શબ્દ નું મૂળ :- પરાવાણી
29 શબ્દ સુરતાનું રૂપ :-સફેદ
30 મન પવન સોહંગ થી બન્યા
31 નીજ નામ છે આત્મા નું - બ્રહ્મ નું તે મૂળ
32 પ્રથમ કોણ :-આધબ્રહ્મ, બ્રહ્મ, નિરંજન, પુરુષ-પ્રકુત્રિ શિવ, જીવ, કાળ, ૐકાર , સૂન, જ્યોતિ, બ્રહ્મપ્રકાશ, અવિનાશી, હંસા, પવન, શ્વાસ.....
33 જીવની ઓળખ:- અજ્ઞાનતા - કંર્મ તેની ઓળખ
34 નિરંજન ને જોવા ક્યાં :-ત્રિકુતિ મોં
35 મૂળ શબ્દ ક્યાથી ઊઠે :-નાભીમથી
36 શબ્દ ક્યાં સમાય:-સૂનમો
37 શબ્દ ક્યાં રહીને બોલે:-ત્રિવેણીમો
37 આત્મા કોણ છે ? :-જાગ્રત, સ્વપ્ન, સુસોપતિ નો સાક્ષી, સત-ચિત આનંદ સ્વરૂપ, ત્રણ ગુણો થી પર જતો નથી, આવતો નથી, જન્મતો નથી, મરતો નથી, વધતો નથી, ઘટતો નથી , અજન્મા, અકર્તા, અભોક્તા
37 સત એટલે :- ત્રણે કાળ મોં રહે તે
37 ચિત એટલે:- જ્ઞાન રૂપ(પ્રકાશ રૂપ) ચેતન
37 આનંદ એટલે :- સુખરૂપ
38 સૂનનું સ્થાન પ્રેમ સૂનમોં
39 હંસ નું સ્થાન ગગનમો
40 શીવ નું સ્થાન કાયા મોં
41 ઓહંગ નું સ્થાન નાભી કમળ માં છે
42 સોહંગ નું સ્થાન હદય કમળ માં છે
43 સૂક્ષ્મણા નાડી નું સ્થાન ઉપસ્થ લિંગ કમળ થી માથાના તાળવા સુંધી
44 કર્મ વાસના પ્રમાણે દેહ ધારણ કરે છે
45 ક્યાથી આવ્યો :-સતલોક થી
46 ક્યા જવાનો :- કર્મ પ્રમાણે
47 જીવ કેમ આવ્યો :-૮૪ લાખ ભટકીને જીવડો ગુરુ શરણે આવ્યો, કર્મ ફળ ભોગવવા
48 પુરુષો કેટલા, કયાં, કયાં :- ૬ પુરુષો,
સતપુરુષ, અલખપુરુષ, ધ્યાનપુરુષ, પ્રેમપુરુષ, અમરપુરુષ - પાણી વગરના ૬થાંને પુરુષ-શબ્દ, અવાજ, વચન-જેને છાયા નથી
49 ઓહંગ-સોહંગ શ્વાસ ને બ્રહ્મ અથવા આત્મા ચલાવે છે
50 સોહંગ કેટલા, કયાં, કયાં, 9 સોહંગ કે ઉપેરે 10માં ઓહંગ સાર
51 સત્યપુરુષ, સહજ, અંકુર, ઈચ્છા, ઑહંગ-સોહંગ, અક્ષર, અચિંત્ય, નિરંજન અને માયા, ભ્રહમાં, વિસ્નુ, મહેશ, સમસ્ત જીવ સોહંગ
52 ઓહંગ કારે પૃત્ર જનમિયા, સોહી ભરે રણુકાર
53 અ અક્ષર નાભી કમળ મા, ર અક્ષર હદય કમળમા, હ અક્ષર કંઠ કમળમા વાસ છે 54 આત્મા નો રંગ લાલ છે. જે ડાબી બાજુ આવેલ છે. જે અગ્નિ સ્વરૂપ છે
55 સત-શબ્ધનો રંગ સોનેરી છે. જે જમણી બાજુ આવેલ છે.
56 ડાબી બાજુ શક્તિ વાસ છે.
57 જમણી શિવનો વાસ છે
58 મુળ મંત્રનો રંગ સફેદ છે
59 નુરત એટલે શ્વાસ, સુરત ઍટલે ઉશ્વાસ છે.
60 શ્વાસ નાભીમાં, ઉશ્વાસ હદય મો રહેછે
61 શ્વાસ એ શિવ અને ઉશ્વાસ એ શક્તિ છે
62 ડાબી ચંદ્ર નાડી-તેનો રંગ સફેદ છે-સ્વામિ ચંદ્રદેવ છે
63 જમણી સૂર્ય નાડી-તેનો રંગ લાલ છે-સ્વામિ સૂર્યદેવ છે
64 સૂક્ષ્મણા નાડી મધ્યમાં દર કલાકે વહેછે, તેનો રંગ લીલો છે-સ્વામિ રુદ્ર
65 આત્મા નું સ્થાન હદય મો છે, જીવ નાભી થી 12 આન્ગળનું અંતર છે
66 આત્મા ત્રણ આવરણ થી ઢકાયેલ છે. ત્રિગુણ , શક્તિ
67 નાક ના અગ્ર-ભાગને અણી-અગર કહેવાય છે
68 બે આખો ની મધ્યે ભ્રમર પહેલા ત્રિકુટિ તેના પછી ત્રિવેણી છે
69 ત્રિવેણી મો સફેદ રંગની (અલખ નિરજન)ની જ્યોત છે
70 ઓહંગ-સોહંગ મંત્ર ત્રિવેણીમો સમાય જાયછે.
71 નુ રંત, અનુભવ અને સૂક્ષ્મણા નાડી આગળ શિવ અથાત..અવિનાશી ભળેછે
72 ભજન કરતાં બઁકનાળ માથી અમીરસ જરેછે, તે રસ બેસતા સ્વાસે પી લેવો, એ અમ્રુત રસ નાભીમો અથાત કુંડળી પર પડેછે કુંડળી નું મુખ બંધ છે જે અમીરસ પિતા મુખ ઉપર મુજબ ખૂલી જાયછે. અને પવન, મુળમંત્ર સાથે ઉડીને આત્મા ને મડે છે. અને ઉડીને આકાશમો જાયછે
73 નાભી ની ઉપર લાલ રંગ અને નીચે સફેદ રંગ હોય છે તેનો રામાપીર અથવા અવિનાશી નો પાઠ થાય છ
74 સૂક્ષ્મણા નો રંગ લીલો છે, જેના પર અલખ ની અસવારી હોય છે
75 માથા ના ઉપર ભાગ ને ઉત્તર દિશા, પગ ના નીચેના ભાગ ને દક્ષિણ દિશા
76 શરીર ના આગળ ભાગ ને પૂર્વ દિશા, તથા શરીર ના પાછળ ભાગને પચિમ દિશા તરીકે ઓળખાય છે, પચિમ દિશામાં દિવ્ય જ્ઞાન હોય છે
77 માથા ના તાડવા ની ૐ અને ડાબી બાજુ સાથીઓ અને જમણી બાજુ શ્રી અક્ષર આવેલા છે.
78 ૐ ની ઉપર જે બિંદી અથવા સૂન્ય છે તેમાં "અ" અક્ષર નો વાસ છે જેને સંતો બીજ મંત્ર અથવા અવિનાશી તરીકે જાણેછે.
79 સૌ પ્રથમ એરણ અથાત નાભી ઉત્પન્ન 'અ' અક્ષર નાભી કમળ શાણસી અથાત સુરતા ઉત્પન્ન 'શ' અક્ષર છાતી ની જમણી બાજુ સુરતા હથોડી અથાત સ્વાસ ઉત્પન્ન 'હ' અક્ષર કંઠ કમળ શ્વાસ આ રીતે મહા મંત્ર બન્યો જેનો ભાવાર્થ મૂળ મંત્ર જે શ્વાસ માં ચાલે છે
80 ઓહંગ શ્યામ રંગ. સોહંગ સફેદ રંગ
81 ઓહંગ અંદર આવે , સોહંગ બહાર જાય
82 સૂરતી કેટલા પ્રકાર ની છે
1.સોહંગ સુરતી, 2. સહજ સુરતી, 3.અચિંત્ય સુરતી, ૪.અંકુર સુરતી, ૫.અક્ષર સુરતી, ૬. ઈચ્છા સુરતી,૭. નીરંજન સુરતી
83 નિજ કોણ છે પોતે, સ્વયં, સુરતા, ધ્યાન, આત્મા નિજ એટલે આત્મા, શબ્દ પરમાત્મા નિજના ગુરુ કોણ ? શબ્દ (સાર શબ્દ)
84 (1) અચલ અમી તત્વ :- ધૈર્ય સે આકાશ બન્યું
(2) શબ્ધ અમી તત્વ :- દયા થી વાયુ બન્યું
(3) અજા અમી તત્વ :- શીલ થી તેજ (અગ્નિ) બન્યું
(4) અકહ અમી તત્વ :- વિચાર થી (પાણી) બન્યું (5) રંગ અમી તત્વ :- સત્ય પૃથ્વી બન્યું
85 આ 5 તત્વ (પાકા તત્વો :- ધૈર્ય, દયા, શીલ, વિચાર, સત્ય)
86 માથી 5 કાચા તત્વો (આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી) બન્યા.
87 3. ગુણ દેહના (કાચા) રજોગુણ, સતો ગુણ, તમો ગુણ
88 3 ગુણ દેહના (પાકા)
વિવેક :- સત્ય ઓર વિચાર કા ગુણ 2. વેરાગ્ય:- શીલ ઓર દયા કા ગુણ
3. ગુરુભક્તિ સાધુભાવ:- ધૈર્ય કા ગુણ.
89 આત્મા, જન્મ વખતે કોઈ ઠેકાણે થી આવતો નથી,અને મરણ પછી ક્યાંય જતો નથી.કારણ કે-આત્મા તો આકાશ ની પેઠે સર્વ-વ્યાપક અને અખંડ તત્વ છે.પરંતુ સૂક્ષ્મ-શરીર માં રહેલું મન જ જન્મ વખતે સ્થૂળ-શરીર માં આવે છે,અને મરણ પછી બીજે ક્યાંય જાય છે. સ્થૂળ-શરીર જાડું-પાતળું થાય, તેથી મન જાડું-પાતળું થતું નથી, માત્ર મરણ વખતે એ મન,પોતાના સંસ્કારો સાથે,ઇન્દ્રિયો અને પ્રાણ ને લઇ ચાલ્યું જાય છે.અને ફરી જન્મ વખતે તેની સાથે જ બીજા સ્થૂળ-શરીર માં આવે છે. અંતકાળમાં બે યમદૂતો આવે છે- પાપ પુરુષ અને પુણ્ય પુરુષ.યમદૂતો ની ગતિ પગ થી આંખ સુધી ની હોય છે. બ્રહ્મરંઘ્ર (દશમ દ્વાર) માં જે પ્રાણ ને સ્થિર કરે છે,તેને યમદૂતો કંઈ કરી શકતા નથી દશમ દ્વાર થી જીવ અંદર આવે છે, અને જો તે દ્વાર માં થી જીવ બહાર નીકળે–તો મુક્તિ-મળે છે. અતિ પુણ્યશાળી હોય તો-તે જીવ- પ્રભુના દરબાર માં જાય છે. આંખ માંથી જીવ બહાર નીકળે તો તે-જીવ સ્વર્ગ-લોક માં જાય છે. મુખ માંથી જીવ બહાર નીકળે તો-તે જીવ મનુષ્ય યોનિ માં ફરીથી જાય છે.મુખ થી નીચે અને ડુંટી થી ઉપર ના ભાગ માંથી જીવ બહાર નીકળે-તો પશુ-પક્ષીની યોનિ માં જાય છે. ડુંટી થી નીચેના ભાગ માંથી જીવ બહાર નીકળે-તો પ્રેત યોનિ માં જીવ જાય છે.
મર્યા પછી-પૂર્વજન્મ યાદ આવતો નથી. સ્થૂળ શરીર ની અંદર સૂક્ષ્મ શરીર છે. અને તેની અંદર કારણ શરીર (વાસનાઓ) છે.
યમદૂતો–જીવાત્મા ને–સૂક્ષ્મ શરીર (અને કારણ શરીર-વાસનાઓ)સાથે યમપુરી માં લઇ જાય છે. અતિપાપી માટે યમપુરી નો માર્ગ અતિ ભયંકર છે. રસ્તા માં એને ત્રણસો કુતરાં કરડવા આવે છે. ગરમ રેતી પર ચાલવું પડે છે. ત્યારે એકલો-રડતો રડતો જીવ જાય છે. તેને કોઈ સાથ આપતું નથી. આ પંથે માત્ર ધર્મ (સ્વ-ધર્મ) જ સાથ આપે છે. ધર્મ જીવ ને ધીરજ આપે છે કે હું તને બચાવીશ. (ધર્મ સાચો મિત્ર છે.) ચિત્રગુપ્ત જીવાત્મા એ કરેલાં પાપ-પુણ્ય, જીવાત્મા ને યમદરબાર માં સંભળાવે છે. ચિત્રગુપ્ત=ચિત્ત ની ગુપ્ત વાતો જાણનાર.ચિત્ત ની ગુપ્ત વાતો જાણે તેને ચિત્રગુપ્ત કહે છે. સાક્ષી માં સૂર્યદેવ અને વાસુદેવ છે. દિવસ ના કરેલા પાપની સાક્ષી સૂર્યદેવ આપે છે. રાત ના પાપની વાસુદેવ (આત્મા-પરમાત્મા). કેટલાંક બારણા બંધ કરીને પાપ કરે છે. મને કોઈ જોતું નથી. તારો બાપ જે અંદર બેઠો છે તે તો જુએ છે ને? પૃથ્વી,ચંદ્ર,સૂર્ય વગેરે ચૌદ સાક્ષીઓ છે. તે પરમાત્મા ના સેવકો છે. તે સાક્ષી આપે છે અમે તેને પાપ કરતા નજરે જોયું છે. પાપ ની જેમ પુણ્ય ની પણ સાક્ષી અપાય છે. પછી જીવાત્મા એ તે કબુલ કરવું પડે છે. તે પછી પાપ-પુણ્ય પ્રમાણે જીવ ની ગતિ નક્કી થાય છે. પાપ વધુ હોય તો નરક ની સજા થાય છે. પાપ-પુણ્ય સરખા હોય તો તે ચંદ્રલોક માં જાય છે. પુણ્ય હોય તો તે સ્વર્ગ માં જાય છે. સ્વર્ગ માં પુણ્ય ભોગવી ને પુણ્ય નો ક્ષય કરીને પુણ્ય ખૂટી જાય એટલે ફરી મનુષ્ય લોક માં જન્મ લેવો પડે છે ચોર્યાસી નું ચક્કર કહે છે. જન્મ મરણ નું દુઃખ જ્યાં સુધી છે ત્યાં સુધી જીવ ને શાંતિ નથી. જીવ ને શાંતિ ત્યારે થાય જયારે મનુષ્ય યોનિ માં તે પરમાત્મા નો સાક્ષાત્કાર કરે પશુ પક્ષી ની યોનિ માં અનેક પ્રકારના દુઃખ ભોગવી, તેનું પાપ અને પુણ્ય જો સરખું થાય તો તે ચન્દ્રલોક માં જાય છે. ત્યાંથી સૂક્ષ્મ જીવ વાદળ માં વર્ષા રૂપે આવે છે. વરસાદ પૃથ્વી પર પડે છે. ને તે અન્ન માં દાખલ થાય છે. અન્ન માંથી વીર્ય થાય છે. અને જીવ મનુષ્ય યોનિ માં આવે છે. જે દિવસે ગર્ભ રહે છે તે દિવસે પાણી ના પરપોટા જેવો સૂક્ષ્મ હોય છે. દસ દિવસ માં તે ફળ જેવડો મોટો થાય છે. મા ના શરીરની જે નાડી માં થી અન્ન રસ વહેતો હોય તે નાડી સાથે ગર્ભ ની નાડી જોડવામાં આવે છે. એક મહિનામાં સાત ધાતુ મળે છે. અને પાંચ મહિના માં ભુખ તરસ નું જ્ઞાન થાય છે. છ મહિના ની ગર્ભ થાય એટલે માતા ના પેટમાં ભ્રમણ કરે છે. જ્યાં અનેક જંતુઓ ઉત્પન્ન થાય છે તે માતા ના મૂત્ર વિષ્ટા માં તે આળોટે છે. નાનકડી જગ્યામાં તેને બહુ સહન કરવું પડે છે. તેને અનેક જંતુ ઓ કરડે છે, ત્યારે કેટલીક વાર તે મૂર્છા પામે છે.વળી માતા એ ખાધેલા તીખા,ઉના,ખારા,ખાટા વડે તેના અંગ માં વેદના થાય છે. આ પ્રમાણે તે ગર્ભ માં અનેક પ્રકારનું દુઃખ ભોગવે છે.
પાંજરામાં પંખી પુરાયું હોય તેમ તે રહે છે. કંઈ પણ કરવાને માટે તે અસમર્થ હોય છે. માટે ગર્ભવાસ અને નરકવાસ સરખો છે. સાતમે મહિને માથું નીચે અને પગ ઉંચે થાય છે. આઠ માસના જીવાત્મા ને પૂર્વજન્મ નું જ્ઞાન થાય છે. તે ગર્ભ માં પ્રભુ ને સ્તુતિ કરે છે. નાથ, મને જલ્દી બહાર કાઢો, હવે હું બિલકુલ પાપ નહિ કરું, મને બહાર કાઢશો, તો હું તમારી ખુબ સેવા-ભક્તિ કરીશ. ગર્ભ માં જીવ જ્ઞાની થાય છે. ભગવાન આગળ તે અનેક પ્રતિજ્ઞાઓ કરે છે. પરમાત્મા કહે છે આજ સુધી તેં મને અનેક વાર છેતર્યો છે. જીવ કહે છે ના ના હવે હું નહિ છેતરું. મને બહાર કાઢો. પ્રસવપીડા વખતે અતિશય વેદના માં તે પૂર્વજન્મ નું જ્ઞાન ભૂલી જાય છે. ગર્ભ નું જ્ઞાન પણ ભૂલી જાય છે. મા ને જે વેદના થાય છે તેના કરતાં હજાર ગણી વેદના જીવાત્મા ને થાય છે. રાજા ને ઘેર જન્મ થાય કે રંક ના ઘેર જન્મ થાય જન્મ એ જ મહાન દુઃખ છે. જન્મ એનો સફળ છે કે જેણે ફરીથી કોઈ મા ના પેટમાં જવા નો પ્રસંગ નાં આવે. કોઈ ના પેટમાં જાય તેની દુર્દશા થાય છે. ભગવાન કહે છે કે જન્મ અને મરણ નું દુઃખ ભયંકર છે. આ બંને દુઃખ સરખાં છે. આ દુઃખો નો અંત આવતો નથી. આ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે તો જ આ દુઃખ નો અંત આવે છે.