Dakor ke Ranchhodria Temple history.

યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજીના આગમનને 861 વર્ષ પૂર્ણ થયાં.
યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજીના આગમનને 861 વર્ષ પૂર્ણ થયાં.

==>     દ્વારિકાથી ભક્તરાજ વિજયસિંહ બોડાણા સાથે ગાડામાં બેસીને રાજાધિરાજ શ્રી રણછોડરાયજી સંવત 1212 ની કારતક સુદ પુર્ણિમાએ તા.27/10/1155 ને ગુરુવારના રોજ દ્વારિકા છોડી ડાકોર આવ્યાં હતાં.

==>     ડાકોર ગામમાંકૃષ્ણ ભક્ત બોડાણો રહેતો હતો, જે દર છ માસે પુનમે ડાકોરથી દ્વારકા રસ્તેથી ચાલીને હાથમાં તુલસી રોપેલું કુન્ડુ લઈ, ભગવાનના દર્શનાર્થે જતો હતો. ભક્ત બોડણો ૭૨ વર્ષની ઉંમર સુઘી રાબેતા મુજબ આ ક્રમ કરતો રહ્યો પરંતુ ત્યારબાદ ઉંમર ના કારણે એમને તકલીફ પડવા લાગી. પોતાના ભક્તની આ તકલીફ કૃષ્ણ ભગવાનથી જોઈ ના ગઈ. આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું કે હું દ્વારકાથી ડાકોર આવીશ. તું બીજી વખત આવે ત્યારે ગાડું સાથે લાવજે. બોડાણા બીજી વખત સાથે ખખડધજ ગાડું લઇને દ્વારકા આવ્યો. પુજારીઓએ પુછતાં નિખાલસતાથી જવાબ આપ્યો કે ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે. દ્વારકાનાં પૂજારીઓએ રાત્રે મંદિરને તાળા મારી દીધા, પરંતુ ભગવાન કોઇનાં બંધનમાં રહેતાં નથી, તેમણે આ તાળા તોડીને બોડાણાની જોડે ડાકોર જવા પ્રયાણ કર્યું. આજથી 861 વર્ષ પુર્વે સંવત 1212 ની  કારતક સુદ પુર્ણિમાએ તા.27/10/1155 ને ગુરુવારના રોજ દ્વારિકા છોડી ડાકોરમાં આવી ગયા હતાં.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post