અમારાં મહેસુલીતંત્રનો કર્મચારી. ધાણા દાયકાઓથી અથાગ મહેનત અને પરિશ્રમ કરે છે. 90 ટકા જાહેર રજાઓ ઓફીસમા ગાળે છે. મોટા ભાગે દિવસ નાં 10 કલાક નોકરી કરે છે, પોતાના પરિવાર, પોતાનુ સ્વાસ્થ્ય, પોતાના શોખને નેવે મુકી, સરકારી કાર્યક્રમો પાર પાડે છે, 24 કલાક પોતના અંગત મોબાઇલ પર લોકોં ની મુશ્કેલી સાંભળે છે, બીજા વિભાગો શિફ્ટમા કામ કરે છે, જ્યારે અમારે કોઈ શિફ્ટ હોતી નથી, કોઈ ઑફ હોતા નથી, મોટા ભાગે ઓફિસની ચાર દીવાલની બહાર, ફિલ્ડમાં સાવ અજાણ્યા માણસો પાસેથી કામ લેવાનું હોઇ છે. અડધી રાતેં મરણોત્તર નિવેદન લેવા દોડવાનું હોઇ છે, હુલ્લડ કે રમખાણ જેવી પરિસ્થિતિમાં લોકો પોલીસને જુએ છે, પરંતું પોલીસ સાથે અમારો પણ એક માણસ હજર હોઇ છે, જેની પાસે હથિયાર પણ નથી હોતું કે સ્વ રક્ષણની કોઈ એવી આવડત પણ નથી હોતી, આમ છતાં તેં પોતાની ફરજ બજાવે છે, ચૂંટણી , કુદરતી આફત, સરકારી મેળાવડા, અને અન્ય વિભાગે પૂરા નહીં કરેલા તમામ કામો , અમે ઝુંબેશ સ્વરૂપે અમારી ઢગલાબંધ મૂળ કામગીરી ઉપરાંત કરીયે છીએ. છતાં જનતામાં એવી છાપ છે કે અમારે જલસા છે. અમારે જલ્સાતો નથી, પણ આંનદ જૃરર છે, અને આનંદ લોકોની સેવા કરવાનો, લોકોની અને સરકારની સંકટ રૂપી સાંકળ બનવાનો.. કાંઇક કરી છૂટવાનો આંનદ છે.
Proud to be in National service.
Proud to be in National service.