થોડો સમય કાઢી આ પોસ્ટ જરુર થી વાંચશો, વાંચવા બદલ આભાર.
મુકેશભાઈ અંબાણી ને મારા સો સલામ....
જેમને ફક્ત ગુજરાત નહીં આખા દેશ ને લગાતાર છ મહિના થી વધારે કોલિંગ અને ઇન્ટરનેટ ની મફત સેવા આપી દેશ ને મોજ કરાવી .... સાહેબ આ હિમ્મત એક ગુજરાતી જ બતાવી શકે...
જે કંપનીઓ અત્યાર સુધી રૂ. ૩૦૦ મા
૧gb ૩g આપતી હતી એજ કંપનીઓ
અત્યારે ૩૦૦રૂ.મા ૧૦ થી ૧૫ gb 4g
આપવા લાગી છે, આ બધુ કોના પ્રતાપે મળ્યુ છે,
મુકેશભાઈ અંબાણીના જીઓ ના
કારણે,
જીઓ ના લાવ્યા હોત તો ૧gb ૪g
ના ૮૦૦રૂ આપવા પડતા.
થોડુંક દુઃખ એ પણ થાય છે કે લોકો છ મહિના મફતીયું વાપરી લીધા પછી આજે જીયો અને મુકેશભાઈ ના નામ થી જોક્સ મોકલી ને આનંદ લઈ રહયા છે....
સાહેબ આ મુકેશભાઈ ના ઐતિહાસિક પગલા થી બીજી ટેલિકોમ કંપનીઓ જે તમારા મારા જેવા લોકો ને લૂંટવા માં કોઈ કસર નથી છોડી એવી કંપનીઓ ની શાન ઠેકાણે લાવી છે....
આવી જ રીતે એક દસકા પહેલા
મોબાઈલ કંપનીઓની લુટમાર થી
દેશની જનતાને બચાવ્યા હતા,
એ એક ગુજરાતી સ્વ. ધિરુભાઈ અંબાણી હતા,
જ્યારે સાદા મોબાઈલ ફોનના પણ
રૂ. ૬૦૦૦ લેવાતા હતા,
ત્યારે એક ગુજરાતી એવા
સ્વ. ધિરુભાઈ અંબાણી હતા
જેમણે રૂ. ૫૦૦ માં મોબાઈલ આપ્યા
હતા, એમના ઐતિહાસિક સાહસના
પરીણામે આજે આપણે સ્માર્ટ ફોન
રુ. ૫૦૦૦ થી પણ ઓછા રૂપિયામા
મેળવી શકીએ છે.
આવા સાહસવિરો નુ સમ્માન ના કરી સકો તો કાંઈ નહી પરંતુ તેમને મજાક
ના બનાવો તો ઘણુ સારુ રેહસે.
ફરી એકવાર મુકેશભાઇ એ આખા દેશ ને મોબાઈલ ઇન્ટરનેટ ની મોજ કરાવી ને રમઝટ બોલાવી એ બદલ એમને મારા દિલ થી પ્રણામ.