*હું આ બધુ શોધું છું પણ નરેન્દ્ર મોદીએ ગુમ કરી દીધું*
એ કોંગ્રેસકાળનાં હુલ્લડો
એ વારંવારના કરફ્યુ
એ રોજ થતા હત્યાકાંડ
એ સૈન્યની શહેરમાં કૂચ
એ દહેશત, એ ભય, એ સન્નાટો, એ આગજની...
*હું આ બધુ શોધું છું પણ નરેન્દ્ર મોદીએ ગુમ કરી દીધું*
એ પોરબંદરની માફિયાગીરી
એ સલાયાની દાણચોરી
એ ભરૂચની લુખ્ખાગીરી
એ લતીફનું રાજ અને રિસાલદારનો દરબાર
એ ભડકે બળતું અમદાવાદ
એ ભડભડ સળગતું વડોદરૂ
એ સળગતા શહેરો અને ખાખ થતા નગરો, એ બળતાં ગામડાંઓ અને ભસ્મ થતા મહાનગરો...
*હું આ બધુ શોધું છું પણ નરેન્દ્ર મોદીએ ગુમ કરી દીધું*
એ રોજરોજનો પાણીકાપ
એ તરસતું કચ્છ
એ વલખતું સૌરાષ્ટ્ર
એ તરસે ટળવળતું ઉત્તર ગુજરાત
એ રાશનની કતારો
એ ભૂખે મરતું ગુજરાત
એ ભાંગેલા રસ્તાઓ
એ બિસ્માર રાજમાર્ગો
એ ખખડધજ બસો
એ ખંડેર જેવા બસસ્ટેન્ડ
એ રૃપિયામાંથી પંદર પૈસા ચુકવતું તંત્ર,
એ સરકારી નોકરોની કામચોરી અને બેઇમાની...
*હું આ બધુ શોધું છું પણ નરેન્દ્ર મોદીએ ગુમ કરી દીધું*
એ રોજ થતાં બૉમ્બ બ્લાસ્ટ
એ આતંકી હુમલાઓ
એ ત્રાસવાદીઓના મોત પર આંસુ સારતાં સુપર PM મેડમજી
એ રાષ્ટ્રની સંપદાને લઘુમતીઓની ગણાવતા સરદારજી
એ મુંબઇ હુમલા વખતે કપડાં બદલ્યા કરતા મંત્રીજી
એ હુમલાને હિન્દુપ્રેરિત ગણાવતા લુચ્ચા નેતાઓ....
*હું આ બધુ શોધું છું પણ નરેન્દ્ર મોદીએ ગુમ કરી દીધું*
એ કોમનવેલ્થના કૌભાંડ
એ કોલસાની દલાલીમાં મોં કાળું કરી ચૂકેલું મંત્રીમંડળ
એ 2Gનું ભોપાળું
એ આદર્શમાં થયેલું છિનાળુ
એ સંરક્ષણ સોદાઓની દલાલી
એ જમીનનાં સોદાઓ, આસમાનની હરાજી અને દરિયાની વેચવાલી
એ PM કરતાં શક્તિશાળી જમાઈ,
એ રાષ્ટ્રીય રાજકુમારી,
એ ભ્રષ્ટ રાજકુમાર,
એ સર્વશક્તિમાન મેડમ
અને આ બધાને કુર્નિશ બજાવતો એક લાચાર પ્રધાનમંત્રી..
*હું આ બધુ શોધું છું પણ નરેન્દ્ર મોદીએ ગુમ કરી દીધું*
શ્રીરામને કાલ્પનિક કહેવા વાળા લુચ્ચાઓ
શ્રીરામ જન્મ ભૂમિ લઘુમતીઓને તાસકમાં ભેટ ધરવાની કોશીષ કરવા વાળા ગુલામો
*હું આ બધુ શોધું છું પણ નરેન્દ્ર મોદીએ આ બધુ ક્યાંક ગુમ કરી દીધું હોય તેવું લાગે છે*
જેને પણ આ પોસ્ટ બનાવી છે, તેને અભિનંદન.
*જય હિન્દ.. વંદે માતરમ્*
🌹