દરેક સમાજ ને 100% સોના જેવો શ્રેષ્ઠ સંદેશ
【જેના દીકરા અને વહુ જેની દીકરી અને જમાઈ અને સાસરી વાળા વચ્ચે સંપ નથી રહેતો કોઈ પણ કારણ સર...... અને જીવનભર છુટા પાડવા ની નોબત આવે છે. તેના માટે જવાબદાર કોણ ......?દીકરો ....કે દીકરી........? દીકરા ના માતા -પિતા .....કે દીકરી ના માતા-પિતા .....?આ નક્કી કરવા નું હું વાંચકો પર છોડું છું..........】
*એક દિકરી એ તેના બાપ ને પ્રશ્ન કર્યો કે પપ્પા હું જ્યારે! સાસરે જઇશ તો શું તે બધા મને દિકરી ની જેમ રાખશે ?*
*તો તેના પિતા એ બહુ જ સરસ જવાબ આપ્યો...હા
*બેટા, તું અહીયા શું છે? તો દિકરી એ જવાબ આપ્યો :-હું અહીંયા દિકરી છું તો તેના બાપે કહ્યું કે બેટા, અહીં તું દિકરી જ છે....*
*પણ ત્યાં તો તારે બહુ વધારે પડતી ભૂમીકા ભજવવાની છે જો કહું*
(1) પત્નિ
(2) દિકરી
(3) મા
(4) ભાભી
(5) જેઠાણી કે પછી દેરાણી...
*આટલા બધા તારા અંશ હશે તો તને અહીંયા કરતા ત્યાં વધારે જણાં સાચવશે.*
*પણ... ખાલી તારી સાસરી ના માણસો સાથે તારો વહેવાર કેવો છે તે ઉપર બધો આધાર છે બીજું કે અહીં તો મેં તને 20 કે 25 વરસ સાચવી એટલે અહીં તો ટૂંકા સમય માટે જ હતી . બેટા*....
*એ ઘર તો તને આખી જીન્દગી નું નામ આપે છે તો ત્યાં તારે બધાને સાચવવાના છે. જો તું સાચવીશ તો જરૂર એ તને 10 ગણું સાચવશે..........*
*પિતા એ પછી કાનમાં દિકરી ને કહ્યું કે બેટા જો કોઈને કહેતી નહીં હું જે કહુ છું તે સાચું છે.*
*તારે જીન્દગીમાં દુ:ખી ના થવું હોય તો તેનો મંત્ર છે આખા જીવન ભર દુ:ખ નહી આવે,*
*તો દિકરી એ કહ્યું: એવું શું છે પપ્પા? તરતજ પિતા એ કહ્યું કે*
(1) પિયર ઘેલી ના થતી.
(2) તારી મમ્મી નુ ક્યારેય ના સાંભળતી.
(3) કંઇ પણ વાત હોય તો પતિ, સાસુ, સસરા, દિયર, નણંદ, જેઠ-જેઠાણી કે દિયર- દેરાણી ને પોતાના સમજી બધાં સાથે બેસી ને ખુલ્લા દિલ થી વાત કરતી રહેજે..........
*તારા જીવન મા દુ:ખ ભગવાન પણ નહીં લાવે તો બોલ બેટા અહીંયા સારું કે સાસરીયું સારું? તરત દિકરી બોલી પપ્પા તમારી વાત ખરેખર સાચી કે જેમનું નામ મરણ પછી પણ મારા સાથે જોડાઇ રહે તે જ મારો પરીવાર અને એ જ મારા સાચા માતા-પિતા છે અને દિયર મારો નાનો ભાઇ છે, જેઠ મારા મોટા ભાઇ અને બાપ સમાન છે, દેરાણી મારી બહેન છે, જેઠાણી મારી મોટી બહેન છે અને મા સમાન છે અને નણંદ મારી લાડકી દિકરી છે.*‼
*હા, પપ્પા મને તો અહીં કરતાં ત્યાં ધણું ફાવશે .....હું આખી જીન્દગી આ યાદ રાખીશ અને દરેક દિકરી ને આમ જ કરવાની સલાહ આપીશ કે આપણું ઘર તે આપણે જ સાચવવાનું છે આપણા પિયરીયાને નહીં......*
જે મજા સંપીને રહેવામાં છે તે અલગ માં નથી.
દરેક દીકરી ને આવી સલાહ મળે તો કોઈ દીકરી ના જીવન માં દુઃખ આવે જ નહીં.
*દરેક માતા-પિતા અને ખાસ કરીને દીકરીઓ એ વાચવા જેવુ અને જીવન માં ઉતારવા જેવું છે. હાલ ની દરેક દીકરી ને આ લેખ સમર્પિત છે.*