*કૃષ્ણ હોવું એટલે શું?*
કૃષ્ણ હોવું એટલે *Committed* હોવું. આજે સંબંધોમાંથી *Commitment* ભૂલાતું જાય છે-ભૂંસાતું જાય છે-કૃષ્ણ આખી જીંદગી *Commitment* માટે જીવી ગયા.
એમણે રાધાને પ્રેમ કર્યો. રાધાને મૂકીને આગળ નીકળી ગયા પણ *પ્રેમનું Commitment* પાળ્યું. આજે કૃષ્ણનાં નામની આગળ એની પત્ની રૂકમણિનું નામ નહીં પણ રાધાનું નામ લેવામાં આવે છે. કૃષ્ણ આપણને *Commitment* શીખવે છે.
કાચા તાંદૂલ ખાઇને એમણે *દોસ્તીનું Commitment* પાળ્યું.
*સંબંધોમાં મોટેભાગે ઇગો બાજુ પર મૂકવો પડે.* એ પણ કરવું પડે જે ન કરવાનું નક્કી કરીને બેઠાં હોવ. ભીષ્મ અને કર્ણ બેઉ પોતાનાં ઇગોને બાજુ પર ન મૂકી શક્યા. કૃષ્ણએ ઇગોને બાજુ પર મૂકી દીધો. ભીષ્મએ પોતાનો પ્રતીજ્ઞા પાલકનો ઇગો બાજુ પર મૂકીને જો રાજગાદી સંભાળી લીધી હોત તો કુરુવંશનું નિકંદન ન નીકળ્યું હોત.
*કર્ણનું Commitment* કૌરવો માટે ન્હોતું- એનાં દાનવીર હોવાનાં ઇગો માટે હતું. એણે જો કવચ-કુંડળ દાનમાં ન આપી દીધા હોત તો કૌરવો જીતી ગયા હોત. કૃષ્ણ જ એકમાત્ર એવા હતા જેમણે પાંડવો માટે પોતે જ લીધેલી પ્રતીજ્ઞા તોડી અને ચક્ર ઉંચકીને મારવા દોડી ગયા.
કૃષ્ણએ દ્રૌપદી સાથેનો સંબંધ પણ એટલા જ *Commitment* સાથે નિભાવ્યો. યુધ્ધ દ્વારા કૌરવો સાથે વેર લેવાનું વચન એમણે પાળ્યું. એનાં હજાર ચીર પૂરીને એના પ્રત્યે Committed રહ્યા. હા, કર્ણને દ્રૌપદીની લાલચ આપી પણ એ જાણતા હતા કે કર્ણ ના જ પાડી દેશે. યુધ્ધ પહેલાં એને Emotionally Down કરી દેવાનો એ પેંતરો હતો.
યુધ્ધમાં પોતાની સેના મોકલીને એમણે દુર્યોધનને આપેલું Commitment પણ પાળ્યું. એ રણ છોડીને ભાગી ગયા કારણ કે જાણતા હતા કે જરાસંઘ ચડાઇ કરશે અને પ્રજાને શાંતિથી જીવવા નહીં દે. એમણે પ્રજાની સાથે સ્થળાંતર કર્યું-એક નવી જ નગરી સ્થાપી અને એને સોનાની પણ બનાવી. આ એમનું *રાજા તરીકેનું પ્રજા માટેનું Commitment* હતું.
ગોકુળવાસીઓને કૃષ્ણ પર ભરોસો હતો કે એ એમની રક્ષા કરશે જ. જ્યારે ખૂબ વરસાદ પડ્યો ત્યારે કૃષ્ણએ ટચલી આંગળીએ ગોવર્ધન પણ ઉંચકી લીધો. ક્યારેક-ક્યારેક સંબંધમાં ભરોસો જાળવવા ગોવર્ધન પણ ઉંચકી લેવો પડે.
કૃષ્ણ ધર્મ માટે પણ Committed હતા. રામે ક્યારેય ન કહ્યું પણ કૃષ્ણએ કહ્યું, કે _“જ્યારે જ્યારે ભારતવર્ષમાં અધર્મ વધી જશે ત્યારે ત્યારે હું અવતાર લઇશ!”_
સંબંધોનાં ટકી જવા અને એનાં જીવી જવા પાછળ સૌથી અગત્યની ચીજ છે *Commitment*. જેને પ્રેમ કરો એને Committed રહો. કૃષ્ણ સંબંધોમાં *Commitment* શીખવે છે. સંબંધોમાં *Commitment* નું નામ જ કૃષ્ણ છે.
દરેક કૃષ્ણભક્તે પોતાની જાતને એક વચન ચોક્કસ આપવુ જોઈએ કે સંબંધોમાં *Committed* રહેવાનું..!
🌹🌿🌿🌹🌿🌿🌹સુપ્રભાત