નરેન્દ્ર મોદીની ફેવર કરવા માટે એમની પોલિટિકલ સત્તા સિવાયનાં પણ અનેક કારણો છે. જેમ કે :
૧. સૌપ્રથમ તો આ નેતા ક્યારેય લઘરવઘર કપડાંમાં, વિંખાયેલા વાળમાં કે અસ્તવ્યસ્ત પરિસ્થિતિમાં જોવા નહિ મળે !
૨. નરેન્દ્ર મોદીની બોડી-લેંગ્વેજ અત્યંત પ્રભાવક લાગે છે. તેમની ચાલમાં મર્દાનગી છલકાય છે.
૩. એ ભગવાં કપડાંમાં સાધુ જેવા લાગે છે, મિલેટ્રી ડ્રેસ પહેરે તો સોલ્જર જેવા લાગે છે, સામાન્ય રોજિંદા પોશાકમાં દિવ્ય રાજપુરુષ લાગે છે.
૪. રાષ્ટ્રભક્તિ-રાષ્ટ્રવાદ એમના શ્વાસોચ્છવાસ છે અને ડિસિપ્લિન એમનું બ્લડગ્રુપ છે.
૫. વિશ્વની કોઈ પણ મહાન હસ્તીની સાથે તેઓ ઊભા હોય ત્યારે પણ એમની પ્રતિભા જ મૂઠી ઊંચેરી લાગે છે. બીજી પ્રતિભાઓ વામણી લાગે છે.
૬. ચૂંટણી પહેલાં કરેલા લગભગ અશક્યવત અનેક વાયદા આટલી હદે પૂરેપૂરા નિભાવનાર બીજો કોઈ નેતા ભૂતકાળમાં આપણે જોયો નથી.
૭. દેશના સર્વોચ્ચ પદ પર હોવા છતાં પોતાના પરિવારનું વળગણ બિલકુલ રાખતા નથી. તેમની આસપાસમાં ક્યારેય એમના ભાઈ-ભત્રીજા જોવા મળતા નથી. સગાવાદ બિલકુલ કરતા નથી.
૮. તેઓ ક્યારેય એક પણ રજા રાખતા નથી.
૯. તેઓ ક્યારેય બીમાર પડતા નથી.
૧૦. ક્યારે કેટલું બોલવું અને ક્યારે ચૂપ રહેવું એ તો સારી રીતે જાણે જ છે, પણ એથીય વધુ તો સામેની વ્યક્તિને કેવી રીતે ચૂપ કરી દેવી એ પણ તેઓ જાણે છે.
૧૧. આટલી બધી વ્યસ્તતા વચ્ચે પણ તે વેદિયા નથી, એમની રમૂજવૃત્તિ અદભુત છે.
૧૨. એમની વાકછટા ધારદાર તેમજ બેમિસાલ છે. અભિવ્યક્તિ માટે ભાષા પર પ્રભુત્વ પણ સરસ છે. તેઓ કવિ પણ છે.
૧૩. વિરોધીઓની કપટજાળથી કે પડકારોથી તેઓ કદી ડરતા કે ડગતા નથી.
૧૪. વિરોધી વ્યક્તિની બક્વાસ આક્ષેપબાજીના જવાબો આપવામાં પોતાનો સમય વેડફતા નથી, પરંતુ સંપૂર્ણ મુત્સદ્દીગીરીથી પોતાના કર્તવ્યમાર્ગને વફાદાર રહે છે.
૧૫. એમની પ્રત્યેક અદા અને છટામાં ખુમારી, ખાનદાની અને ખમીરનો ત્રિવેણી સંગમ જોવા મળે છે.
૧૬. એમની નિર્ણયશક્તિ તો કાબિલે દાદ છે જ, સાથે-સાથે તેઓ પોતાના નિર્ણયને હજાર વિરોધો અને અવરોધો સામે પણ વળગી રહેવાની હિંમત અને આવડત પણ ધરાવે છે.
૧૭. એમનું વ્યક્તિત્વ હિન્દુ સંસ્કૃતિનું પવિત્ર પ્રતીક લાગે છે.
૧૮. એમની આંખોની ચમક હિપ્નોટિઝમ કરી શકે એવી તાકતવર છે.
૧૯. આ માણસને કોઈ લાલચ નથી, કોઈ ભય નથી.
૨૦. અને સૌથી છેલ્લે, ૭૦ વર્ષની ઉંમરે પણ આ માણસ ૧૮થી ૨૦ કલાક કામ કરે છે, છતાં ક્યારેય એને બગાસું ખાતા જોયા નથી