અમે સુધરી ગયા છીએ નહીં ?


*અમે સુધરી ગયા છીએ નહીં ??*

*👉અમે પહેલા, શરદી થાય તો સૂંઠ, હળદર, અજમા, તુલસી ખાતા,*

*હવે,*
*એન્ટિબાયોટીક ટીકડીઓ ખાઇએ છીએ!!!*

*👉અમે પહેલા, મચ્છરો થી બચવા મચ્છરદાની માં સૂતા,*
*હવે,*
*જાત જાત ના કેમિકલ્સ ને શ્વાસ માં ભરીએ છીએ!!!*

*👉અમે પહેલા, ઉનાળા ની રાતે અગાશી માં સૂતા,*
*હવે,*
*એ.સી. રૂમ મા પૂરાઇ ને રહીએ છીએ!!!*

*👉અમે પહેલા, રાત પડે ને વાળુ પતે એટલે પરિવાર નાં બધા સભ્યો સાથે બેસી સુખ દુખ ની વાતો કરતા,*

*હવે,*
*અમે ફટાફટ ડીનર પતાવી મોબાઈલ-ટી.વી. સામે ખોડાઇ જાઇએ છીએ!!!*

*👉અમે પહેલા, મિત્રો ને દિલ ની વાતો કરી ને હળવા થતા,*

*હવે,*
*ફેસબૂક-વોટ્સઅપ પર 'મૂડ નથી ' નું સ્ટેટસ મુકીએ છીએ!!!*

*👉અમે પહેલા, સગા-સંબંધીઓ બેસવા આવે તો રાજી રાજી થાતા,*

*હવે,*
*આ ક્યાંથી આવ્યા કહીને નકલી હાસ્ય ફરકાવીએ છીએ!!!*

*👉અમે પહેલા લાગણી ના માણસ હતા,*

*હવે,*
*મોબાઇલ નાં , ઇન્ટરનેટ નાં, ટીવી નાં માણસ છીએ!!!*

*સાચ્ચે જ,*
*અમે સુધરી ગયા છીએ.ને??*
🤔

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post