Hari Hari om ......

બીજાના ઉપદેશો પર તું ક્યા સુધી ચાલીશ?
તારા અનુભવો લઈને તું ચાલી તો જો

ગભરાઈ ગભરાઈને તું ક્યાં સુધી જીવીશ?
એકવાર ખુલ્લા મને જીવનને માણી તો જો

લાખો વિદા થઈ ગયા તું થોડો બાકાત રઈશ?
એ ભયને ભેદીને તું જીવી તો જો

કાલ ઉપર સપનાને ક્યાં સુધી છોડીશ?
દોસ્ત આજે તું થોડું મથીને તો જો

લોકોની નજરે તું ક્યાં સુધી જોઈશ?
એકવાર પોતાની નજરો ઉઠાવીને તો જો

સાચું ખોટું તું કયા માપદંડથી તોલીશ?
તારા ભાવનાના ત્રાજવે તું તોલીને તો જો

બાહ્ય આડંબર પર ક્યાં સુધી ચાલીશ?
એકવાર તું પોતાની અંદર ઝાંકીને તો જો

મારું કીધું તું ક્યાં સુધી માનીશ?
એકવાર તારું અનુભવેલું કરીને તો જો

રાખના ભયથી તું ક્યાં ક્યાં ભટકીશ?
શાશ્વતની તલાશમાં તું નીકળી તો જો.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post