*નરેન્દ્ર મોદીના ફેન થવા માટે અને એમની ફેવર કરવા માટે એમની પોલિટિકલ સત્તા સિવાયનાં પણ અનેક કારણો છે. જેમ કે :*
*૧. સૌપ્રથમ તો આ નેતા ક્યારેય લઘરવઘર કપડાંમાં, વિંખાયેલા વાળમાં કે અસ્તવ્યસ્ત પરિસ્થિતિમાં જોવા નહિ મળે !*
*૨. નરેન્દ્ર મોદીની બોડી-લેંગ્વેજ અત્યંત પ્રભાવક લાગે છે. તેમની ચાલમાં મર્દાનગી છલકાય છે.*
*૩. એ ભગવાં કપડાંમાં સાધુ જેવા લાગે છે, મિલેટ્રી ડ્રેસ પહેરે તો સોલ્જર જેવા લાગે છે, સામાન્ય રોજિંદા પોશાકમાં દિવ્ય રાજપુરુષ લાગે છે.*
*૪. રાષ્ટ્રભક્તિ-રાષ્ટ્રવાદ એમના શ્વાસોચ્છવાસ છે અને ડિસિપ્લિન એમનું બ્લડગ્રુપ છે.*
*૫. વિશ્વની કોઈ પણ મહાન હસ્તીની સાથે તેઓ ઊભા હોય ત્યારે પણ એમની પ્રતિભા જ મૂઠી ઊંચેરી લાગે છે. બીજી પ્રતિભાઓ વામણી લાગે છે.*
*૬. ચૂંટણી પહેલાં કરેલા લગભગ અશક્યવત અનેક વાયદા આટલી હદે પૂરેપૂરા નિભાવનાર બીજો કોઈ નેતા ભૂતકાળમાં આપણે જોયો નથી.*
*૭. દેશના સર્વોચ્ચ પદ પર હોવા છતાં પોતાના પરિવારનું વળગણ બિલકુલ રાખતા નથી. તેમની આસપાસમાં ક્યારેય એમના ભાઈ-ભત્રીજા જોવા મળતા નથી. સગાવાદ બિલકુલ કરતા નથી.*
*૮. તેઓ ક્યારેય એક પણ રજા રાખતા નથી.*
*૯. તેઓ ક્યારેય બીમાર પડતા નથી.*
*૧૦. ક્યારે કેટલું બોલવું અને ક્યારે ચૂપ રહેવું એ તો સારી રીતે જાણે જ છે, પણ એથીય વધુ તો સામેની વ્યક્તિને કેવી રીતે ચૂપ કરી દેવી એ પણ તેઓ જાણે છે.*
*૧૧. આટલી બધી વ્યસ્તતા વચ્ચે પણ તે વેદિયા નથી, એમની રમૂજવૃત્તિ અદભુત છે.*
*૧૨. એમની વાકછટા ધારદાર તેમજ બેમિસાલ છે. અભિવ્યક્તિ માટે ભાષા પર પ્રભુત્વ પણ સરસ છે. તેઓ કવિ પણ છે.*
*૧૩. વિરોધીઓની કપટજાળથી કે પડકારોથી તેઓ કદી ડરતા કે ડગતા નથી.*
*૧૪. વિરોધી વ્યક્તિની બક્વાસ આક્ષેપબાજીના જવાબો આપવામાં પોતાનો સમય વેડફતા નથી, પરંતુ સંપૂર્ણ મુત્સદ્દીગીરીથી પોતાના કર્તવ્યમાર્ગને વફાદાર રહે છે.*
*૧૫. કોઈ અપ્સરા પણ જેના પર મોહી પડે એવી એમની પ્રત્યેક અદા અને છટામાં ખુમારી, ખાનદાની અને ખમીરનો ત્રિવેણી સંગમ જોવા મળે છે.*
*૧૬. એમની નિર્ણયશક્તિ તો કાબિલે દાદ છે જ, સાથે-સાથે તેઓ પોતાના નિર્ણયને હજાર વિરોધો અને અવરોધો સામે પણ વળગી રહેવાની હિંમત અને આવડત પણ ધરાવે છે.*
*૧૭. એમનું વ્યક્તિત્વ હિન્દુ સંસ્કૃતિનું પવિત્ર પ્રતીક લાગે છે.*
*૧૮. એમની આંખોમાં છલકાતી ચારિત્ર્યની ચમક હિપ્નોટિઝમ કરી શકે એવી તાકતવર છે.*
*૧૯. આ માણસને કોઈ લાલચ નથી, કોઈ ભય નથી. પોતાના સ્વાર્થની કોઈ પરવા નથી.*
*૨૦. અને સૌથી છેલ્લે, 72 વર્ષની ઉંમરે પણ આ માણસ 18 થી 20 કલાક કામ કરે છે, છતાં ક્યારેય એને બગાસું ખાતા આપણે જોયા નથી !*